વાંકાનેરના ટ્રાન્સપોર્ટએ પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
વાંકાનેર શહેરમાં રહેતા અને ઢુંવા ચોકડીએ ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ બનાવ વાંકાનેરની પંચશીલ સોસાયટીમાં રહેતા અને ઢુંવા ચોકડી નજીક સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા જય મનોજભાઇ ખોરજા ઉ.30 નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર ઓફિસમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.