નિમા-મોરબીના ડોક્ટરો દ્વારા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાનું સન્માન કરાયું
(અહેવાલ: જયેશ બોખાણી)
મોરબી જિલ્લામાં 6 માર્ચના રોજ સૌપ્રથમ વખત વૈઘ મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથા યોજાયેલ હતી. ત્યારે નિમા-મોરબીના ડોક્ટર મિત્રોના આગ્રહવશ રોકાણ લંબાવી પોતાનો અમૂલ્ય સમય ગોષ્ઠિ માટે ફાળવેલ હતો. આ પ્રસંગે નિમા પ્રમુખ ડો.હાર્દિક જેસ્વાણીએ વૈદ્ય મહેન્દ્રસિંહનું શાલ ઓઢાળી સ્વાગત-સન્માન કરેલ અને મોરબીના પ્રખ્યાત નગર દરવાજાની ઘડિયાળ યાદગીરી રૂપે ભેટ આપેલ હતી.
વૈદ્ય મહેન્દ્રસિંહને સાંભળવા સિનિયર ડો.બી.કે. લહેરૂ, ડો.શાંતિલાલ ગોપાણી, ડો.જયેશ રામાવત, ડો.પરીક્ષિત જોબનપુત્રા, ડો.સંજય નિમાવત, ડો.ધર્મેશ ગામી, ડો.રમેશ ડાભી વગેરે હાજર રહેલ હતા. આ ઉપરાંત ડો.કૌશિક કાલરીયા, ડો.ધનરાજ મોદી, ડો.ધર્મેન્દ્ર ધોરીયાણી, ડો.ડાર્વિન પટેલ, ડો.કૌશિક ગોસ્વામી, ડો.ચિરાગ વિડજા, ડો.તરૂણ પટેલ, ડો.હર્ષ અંબાસણા, ડો.અભિષેક પટેલ, ડો.પરેશ ડાભી, ડો.અંકિતા ભીમાણી, ડો.મનોજ ભાળજા, ડો.કશ્યપ શેરસીયા, ડો.મિલન ઓગણજા વિગેરેએ પ્રશ્નોતરી કરેલ હતી. નિમાના મેમ્બર્સ ડોકટરો માટે આ પ્રકારની જ્ઞાનવર્ધક ગોષ્ઠિઓનું આયોજન શરૂ રાખવા પ્રમુખશ્રી ડો.હાર્દિક જેસ્વાણી દ્વારા જણાવવામાં આવેલ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અષ્ટાંગ આયુર્વેદ ધામ-તળાજાનાં પ્રખ્યાત વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા કરે છે. કોરોના સમયે પોતાની સરકારી નોકરીના સ્થળે આયુર્વેદ સારવારથી આખા ગામમાંથી એક પણ મૃત્યુ થવા દીધેલ નહી. ત્યારબાદ ઘણા બધા મ્યુકર-ફંગસનાં દર્દીઓને વગર ઓપરેશને સંપૂર્ણ સાજા કરેલ. હાલ તેઓ તળાજા ખાતે અષ્ટાંગ આયુર્વેદ ધામ નામે સંકુલ ચલાવે છે.