મોરબી ના લાતી પ્લોટ ૩-૪ વચ્ચે ઇંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો.
મોરબીના લાતી પ્લોટ શેરી નં -૩,૪ વચ્ચેથી જાહેરમાં ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નં -૩,૪ વચ્ચેથી જાહેરમાં આરોપી શમશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટીયા રહે. લાતી પ્લોટ શેરી નં -૩,૪ વચ્ચે મોરબી વાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.