Monday, June 8, 2026

વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર બાઈક અને ટ્રક કન્ટેનર વચ્ચે અકસ્માત,ફરિયાદ નોંધાઇ.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર બાઈક અને ટ્રક કન્ટેનર વચ્ચે અકસ્માત,ફરિયાદ નોંધાઇ.

વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ ઉપર લાલપર ગામ નજીક શીવમ વે બ્રીજ સામે ટ્રક કન્ટેનર અચાનક વાળતા ટ્રક સાથે બાઈક અથડાતાં યુવક ઈજાગ્રસ્ત થયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ખોડીયાર સોસાયટીમાં રહેતા કાળુભાઇ ભુપતભાઇ છાત્રોટીયા (ઉ.વ.૨૭) એ આરોપી ટ્રક કન્ટેનર રજીસ્ટર નંબર – GJ-03-AZ-1164 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૦૩-૨૦૨૩ ના સવારના સાડા દસેક વાગ્યાની આસપાસ ફરીયાદી તેનુ મોટરસાયકલ રજીસ્ટર નંબર-જી-જે-૦૧-જે-કયુ-૫૯૯૬ વાળુ લઇ મોરબી વાકાનેર હાઇવે રોડ ઉપર લાલપર ગામથી વાકાનેર તરફ જતા હતા ત્યારે લાલપર ગામથી આગળ શીવમ વે બ્રીજ સામે પહોચતા આગળ એક ટ્રક કન્ટેનર ડિવાઇડર પાસે વળવા માટે ઉભુ હોય જેથી આ કામના ફરીયાદી તેનુ મોટરસાયકલ ટ્રકને ઓવર ટેક કરવા જતા અચાનક ટ્રક કન્ટેનરના ચાલકે તેનુ ટ્રક વાળતા ફરીયાદીના મોટરસાયકલ ની ડાબી બાજુ એકસીડન્ટ કરતા ફરીયાદીને ડાબા પગના પંજાના ભાગે ગંભીર ઇજા થતા પ્રથમ મોરબી સીવીલ હોસ્પીટલ ખાતે અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરતા ફરીયાદીના ડાબા પગના પંજાની ચાર આંગળીઓમા ઇજા થયેલ છે. અને આરોપીએ પોતાના હવાલાવાળી ટ્રક કન્ટેનર રજીસ્ટર નંબર- જી-જે-૦૩- એ-ઝેડ-૧૧૬૪ વાળુ એકસીડન્ટ કરી સ્થળ ઉપર મુકી નાશી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર કાળુભાઇએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૨૭૯,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,893

TRENDING NOW