Monday, June 8, 2026

મોરબી ના જાંબુડીયા ગામ તરફ જવાના રસ્તા પર અચાનક ટ્રક ચાલક દ્વારા ટર્ન વળતા અકસ્માત,બે ને ઇજા.

Advertisement
Advertisement
Advertisement

મોરબી ના જાંબુડીયા ગામ તરફ જવાના રસ્તા પર અચાનક ટ્રક ચાલક દ્વારા ટર્ન વળતા અકસ્માત,બે ને ઇજા.

મોરબી તાલુકાના લાલપર પાવર હાઉસથી આગળ જાંબુડીયા ગામ તરફ જતા હાઈવે રોડના સર્વિસ રોડ ઉપર આવેલ કોમેટ સિરામિક કારખાના તરફ જતા કાચા રસ્તે આજુબાજુ જોયા વગર ટ્રક ઝડપથી વાળી લેતા ખાલી સાઈડથી બાઈક અથડાતાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામની સીમ સેલ્ફી સિરામિક કારખાનાની મજુર ઓરડીમાં રહેતા પ્રવિણભાઇ બિજલભાઈ સુરેલા (ઉ.વ‌.૨૬) એ આરોપી ટ્રક ટેઈલર નંબર -GJ-03-BY-2974 વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૦૩-૨૦૨૩ ના રોજ બપોરના આશરે અઢીક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક ટેઇલર નંબર- GJ-03-BY-2974 વાળુ જાહેર રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી મિત્રએ હોર્ન મારવા છતા આજુબાજુ જોયા વગર અચાનક ઝડપથી ખાલી સાઇડે વાળી લેતા મિત્રના હીરો એચ.એફ સીડી ડીલક્ષ મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-36-AA-1967 વાળા સાથે ખાલી સાઇડથી ભટકાડી મિત્ર તથા પાછળ બેઠેલ ફરીયાદીને રોડમા પાડી દઇ ફરીયાદીને મોટરસાયકલ સાથે રોડમા ઢસડી ડાબા પગમા ફ્રેક્ચર જેવી ઇજા કરી તથા શરીરે છોલછાલ જેવી કરી ઇજાઓ પહોંચાડી ટ્રક ચાલક નાસી જતા ભોગ બનનાર પ્રવિણભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એક્ટ. કલમ-૧૮૪, ૧૭૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,900

TRENDING NOW