Thursday, June 18, 2026

શહીદ દિવસ એટલે શું? 23 માર્ચને કેમ શહીદ દિવસ તરીખે ઉજવવામાં આવે છે

Advertisement
Advertisement
Advertisement

શહીદ દિવસ એટલે શું? 23 માર્ચને કેમ શહીદ દિવસ તરીખે ઉજવવામાં આવે છે

આજથી લગભગ 90 વર્ષ પહેલા ભારતના મહાન ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક ભગતસિંહને બ્રિટિશ સરકારે ફાંસી આપી હતી. આ દિવસે સુખદેવ, ભગતસિંહ સાથે હતા અને શિવરામ રાજગુરુએ પણ ભારતની આઝાદી માટે હંસતા હંસતા ફાંસીને ચુંબન કર્યું. આ ત્રણ લોકોની શહાદતને યાદ કરવા દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસ ઉજવવામાં આવે છે. ભગતસિંહે 23 વર્ષની નાની ઉંમરે ભારતી માતાની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. તેમની આ ભાવના જોઈને દેશના યુવાનોને પણ દેશની આઝાદી માટે લડવાની પ્રેરણા મળી.

ભારતમાં દર વર્ષે 23 માર્ચે ‘શહીદ દિવસ’ ઉજવવામાં આવે છે. 23 માર્ચ, 1931ની મધ્યરાત્રિએ બ્રિટિશ હકૂમતે ભારતના ત્રણ ક્રાતિકારી વીર સપૂત- ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. શહીદ દિવસ તરીકે ઓળખાતા આ દિવસને ભારતીય ઈતિહાસ માટે કાળો દિવસ માનવામાં આવે છે, પરંતુ આઝાદીની લડાઈ માટે પોતાનું બલિદાન આપનારા આ વીર આપણા આદર્શો છે. આ ત્રણેય ક્રાતિકારીઓના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે જ શહીદ દિવસ ઉજવવામાં આવે છે. આમ બ્રિટિશ અદાલતના આદેશ અનુસાર ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને 24 માર્ચ, 1931ના રોજ સવારે 8 વાગ્યે ફાંસી આપવામાં આવનાર હતી. પરંતુ 23 માર્ચ, 1931ના રોજ જ આ ત્રણેય ક્રાંતિકારીઓને મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ ફાંસી આપવામાં આવી હતી અને તેમના નશ્વર દેહ તેમના પરિવારને સોંપવાના બદલે સતલજ નદીના કિનારે અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

1907માં જન્મેલા ભગત સિંહના ભાઈ કુલતારસિંહ અને બહેન અમર કૌર, પિતા સરદાર કિશન સિંહ અને મા વિદ્યાવતી દેવી… વિશે આપણે કશું જાણતા નથી. એમનાં માતાનું મૃત્યુ 1975માં (આઝાદીના 47 વર્ષ પછી) થયું. જેનો યુવાન દીકરો ફાંસીએ લટકવાનો હોય એ માને, આગલી રાત્રે દીકરાને મળવા પણ ન દેવામાં આવે, એની વેદના આપણને ન સમજાય તો પણ આવી કેટલી માએ પોતાના દીકરાને આ દેશની આઝાદીમાં અર્પણ કર્યા છે એનો હિસાબ એકાદ વાર કરીએ તો આપણને આઝાદીની કિંમત અને મૂલ્ય બંને સમજાય. આજે પ્રેમના નામે આપઘાત કરનારા અને જીવ લેનારા, ડ્રગ્સ અને નશાખોરીને સ્વાસ્થ્ય અને પૈસા બંને બગાડતા 22-23 વર્ષના યુવાન છોકરાઓએ પોતાની જુવાની બરબાદ કરી રહ્યા છે ત્યારે એમના બાળમાનસમાં આવી પ્રેરણાદાયી કથાઓ નાખીને એમને જિંદગીનું મહત્ત્વ અને દેશપ્રેમ વિશે જાગૃત કરવાનું કામ માતા-પિતાનું છે.

Related Articles

Total Website visit

1,608,572

TRENDING NOW