Sunday, June 21, 2026

ઘુટુ રોડ પર ગેરેજમાં ચોરી કરવા ઘુસેલ ચોરો રંગે હાથે ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

ઘુટુ રોડ પર ગેરેજમાં ચોરી કરવા ઘુસેલ ચોરો રંગે હાથે ઝડપાયા.

મોરબીમાં તસ્કરોની રંઝાડ વચ્ચે ઘુટુ રોડ ઉપર વહેલી સવારમાં ગેરેજમાં ચોરી કરવા ઘુસેલા ચોરને ગેરેજમાં રહેતા કારીગર અને આડોશી – પાડોશીએ ઝડપી લઈ આ ચોરને સીટી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ બહુચર ગેરેજમાં ગઈકાલે વહેલી સવારે ચોરી કરવા દીવાલ ટપીને અંદર ઘુસેલા મૂળ જોડિયાના રહેવાસી અને હાલ પાડાપૂલ નીચે રહેતા જીતુ ગોવિંદ પરમારને ગેરેજમાં અંદર સુતેલા મહેન્દ્રભાઇ નામના કારીગરે રંગે હાથ પકડી લઈ દેકારો કરતા આજુબાજુના લોકો પણ એકઠા થઇ જતા દીવાલ ટપી અંદર આવેલા ચોરને ભાગવું ભારે થઈ પડ્યું હતું.

Related Articles

Total Website visit

1,608,902

TRENDING NOW