મોરબીના ત્રણ વર્ષ પૂર્વે નવનિર્મિત જુના બસ સ્ટેશન પર કરેલ ખર્ચ કચરામાં.
જુના બસ સ્ટેશનને સવા કરોડના ખર્ચે આખી ત્રણ વર્ષ પહેલાં નવું બનાવવામાં આવ્યું હતું ત્યારે આ જુના બસ સ્ટેશનના બિલ્ડીંગ ને આધુનિક રીતે બનાવી તેને નવા રંગ રૂપ આપવામાં આવ્યા હતા મોરબીના અધિકારીઓ આ બસ સ્ટેશનની દેખરેખ રાખવામાં નિષ્ફળ ગયા છે. ક્યારે મોરબીના જુના બસ સ્ટેશન ની આજુબાજુ ગંદકી એ માઝા મૂકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2019 માં 22 જૂનના રોજ આ બસ સ્ટેશનના નવા રંગ રૂપ તેમજ નવી બિલ્ડીંગનું એ લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ઉપરાંત આ પ્રોજેક્ટમાં 1.24 કરોડનો ખર્ચ થયો હતો ત્યારે આ બસ સ્ટેશનને મુસાફરોના લાભાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. પરંતુ બસ સ્ટેશનની આજુબાજુ ગંદકીના ઢગલાઓ પડ્યા રહેતા હોય છે ત્યારે સાર સંભાળ રાખવાવાળું કોઈ છે જ નહીં ઉપરાંત ઘણીવાર જુના બસ સ્ટેશનમાં આવેલ ઓનલાઇન રિઝર્વેશન અને ઓનલાઇન ટિકિટ સેવાઓ પણ બંધ રહેતી હોય છે અને મુસાફરોને ઓનલાઈન બુકિંગ માટે નવા બસ સ્ટેશનના ધક્કા ખાવા પડતા હોય છે ઉપરાંત પીવાના પાણીના પરબના તાળા લગાવી દેવામાં આવ્યા છે પૂછપરછ બારી પણ બંધ જોવા મળતી હોય છે ત્યારે સવા કરોડના ખર્ચે બનેલ જુના બસ સ્ટેશનની સંભાળ રાખવા અધિકારીઓ ને કોઈ રસ જ ના હોય તેવા દ્રશ્યો મોરબીમાં સામે આવતા હોય છે.









