મોરબી ના વિસિપરા વિસ્તાર માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.
મોરબીના વીશીપરામા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો હતો જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના વીશીપરામા મસ્જીદ વાળી શેરીમાં રહેતો આરોપી સાજીદ ઉર્ફે સાજલો અબ્દુલભાઇ સુમરાએ પોતાના કબ્જામાં ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૪ કિં રૂ.૫૨૫૦ નો મુદ્દામાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સાજીદ ઉર્ફે સાજલો અબ્દુલભાઇ સુમરા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.