Thursday, March 12, 2026

દિવ્યાંગો માટે મોરબી જિલ્લાનાં પ્રથમ વોકેશનલ સેન્ટરનો પ્રારંભ

Advertisement
Advertisement
Advertisement

દિવ્યાંગો માટે મોરબી જિલ્લા નાં પ્રથમ વોકેશનલ સેન્ટર નો શુભ પ્રારંભ કરાવતા ધારાસભ્ય શ્રી દુર્લભજી ભાઈ દેથરીયા

દિવ્યાંગ સેવા સંસ્થા-મોરબી (મંદબુદ્ધિ સેવા આશ્રમ ટ્રસ્ટ) તથા સક્ષમ મોરબી જિલ્લા ટિમ દ્રારા સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર & હોસ્ટેલ માં મનો દિવ્યાંગ, ફિજીકલ ડિસેબલ, દિવ્યાંગો માટે નિઃશુલ્ક સેવા તાલીમની વ્યવસ્થા દાતાઓના સહયોગ થી ઉપલબ્ધ થશે

માનનીય ધારાસભ્ય શ્રી દુર્લભજી ભાઈ દેથરીયા એ મોરબી માં દિવ્યાંગ માટે ઉત્થાન અને ઉત્કર્ષ ના અભિગમ ને બિરદાવ્યો હતો અને આગામી સમય માં મોરબીમાં જ દિવ્યાંગો ને તેના ક્ષેત્રો માં આગળ વધવાના પ્રયત્નો માં તેની સાથે છે તેવું જણાવ્યુ હતુ

મોરબી માં પણ આ ક્ષેત્રે પ્રયત્નો થશે તેનો હુંકાર કેળવણીકાર અને શિક્ષણવિદ્ શ્રી જયંતીભાઈ રાજકોટિયા એ વ્યક્ત કર્યો હતો, સાથે દિવ્યાંગો ના પુનર્વસન ઉપર ભાર મુક્યો હતો, વોકેશનલ ટ્રેનીંગ સેન્ટરમાં- પેપર બેગ , ફેન્સી શોપિંગ પેપર બેગ,પેપર ડીસ, મીણબત્તી ,રૂ ની આડી-ઉભિ દિવેટ, ,કોડીયા ડેકોરેશન, , તથા ડિજિટલ લાઈબ્રેરી* તેમજ અન્ય પ્રવૃત્તિઓની *નિ:શુલ્ક વ્યવસાયિક તાલીમ* આપવામાં આવશે ,18 વર્ષ થી ઉપરના દિવ્યાંગજનો ને નિઃશુલ્ક તાલીમ ભોજન અને હોસ્ટેલ વ્યવસ્થા ઉપલબ્ધ થશે

Related Articles

Total Website visit

1,595,558

TRENDING NOW