શનાળા રોડ હાઉસીંગ બોર્ડ માંથી દારૂની ૨૦ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો.
મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ થી શંખેશ્વર મહાદેવ મંદીર વાળી શેરીમાંથી ઈંગ્લીશ દારૂની ૨૦ બોટલો સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસીંગ બોર્ડ થી શંખેશ્વર મહાદેવમંદીર વાળી શેરીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૦ કિં રૂ. ૯૭૫૦ ના મુદ્દામાલ સાથે આરોપી તાહીરભાઈ યુનુસભાઈ બેલીમ રહે. મોરબી વાવડી રોડ ભગવતીપાર્ક તા.જી. મોરબી વાળાને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





