માળીયા (મી) ત્રણ રસ્તા પાસે નેશનલ હાઇવે નજીક અજાણ્યા વાહને હડફેટે લેતા યુવકનું મોત, ફરિયાદ નોંધાઇ.
માળીયા (મી) પાસે આવેલ ત્રણ રસ્તા પાસે હાઇવે પર બ્રિજ પર અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા ૨૫ વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું ત્યારે આ અંગે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના કાજરડા ગામે રહેતા સબીરભાઈ મહેબુબભાઈ કટીયા (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ સમયે કોઇ અજાણ્યા વાહનના ચાલક આરોપી એ પોતાના હવાલા વાળુ વાહન પુર જડપે અને ગફતલભરી રીતે બેદરકારીથી પોતાનુ વાહન ચલાવી અજાણ્યા પુરૂષ ઉ.વ. આશરે ૪૦ વર્ષ વાળાને હડફેટે લઇ શરીરે ગંભીર ઇજા પહોચાડી મોત નીપજાવી પોતાનુ વાહન લઇ નાસી ગયા હતા. આ બનાવ અંગે સબીરભાઈએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ માળિયા (મી) તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ઇ.પી.કો. કલમ ૨૭૯,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





