નાની બરાર ગામે રહેણાંક મકાનમાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર.
નાની બરાર ગામે આ કામના આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપાયો હતો પરંતુ રેડ દરમિયાન ત્યાંથી આરોપી નાસી છૂટી હોય ત્યારે આરોપીને પકડી પાડવા માટે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના નાની બરાર ગામે રહેતા આશીષ ઉર્ફે મુન્નાભાઈ વાલજીભાઈ ડાંગરએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨૧ કિં રૂ.૯૩૭૫ તથા બિયર ટીન નંગ -૭૨ કિં રૂ.૭૨૦૦ મળી કુલ કિં રૂ.૧૬૫૭૫ નો મુદ્દામાલ માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી આશીષ ઉર્ફે મુન્નાભાઈ વાલજીભાઈ ડાંગર સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેના વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે