ઓમ શાંતિ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓર્ગેનિક ફાર્મીગ, પરિશ્રમ વન અને આયુર્વેદ સારવાર કેન્દ્ર ખાતે કાર્યશાળા નું આયોજન

ઓમ શાંતિ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા પરિશ્રમ ઔષધિય વન મોરબી વિરંચી આયુવેદિક સારવાર કેન્દ્ર મોરબી વનસ્પત્તિ બીજ બેન્ક મોરબી ગોપાલન અને જલીયાન ઓર્ગેનિક ફાર્મ તરફથી વૃક્ષદેવ પરિચય સાથે ઓર્ગેનિક ફાર્મીગ અને પશુપાલન વિષય પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું

વિશ્વની શ્રેષ્ટ અને પ્રાચીનતમ્ આયુવેદ ચિકિત્સા પ્રદ્ધતિનો સમાજની આવનાર પેઢીમાં પ્રચાર પ્રસાર અને ઉપયોગિતા અંગેની સમજ જાગૃત થાય તે હેતુથી આ શિબિરનું આયોજન કરેલ છે આ શિબિરમા વૃક્ષોની લાક્ષણિકતા પરિચય અને ઔષઘીય ઉપયોગિતા વિશે વિરંચી આયુવેદ વાળા વૈદ કિરીટસિંહ ઝાલા ઔષઘીય વૃક્ષ ઉછેર પ્રદ્ધતિના માહિતગાર દેવેન્દ્રસિંહ જાડેજા પશુપાલન વનસ્પત્તિ બીજ પરિચિત પ્રાણજીવનભાઈ કાલરિયા સાથે ઓર્ગેનિક ફાર્મર જયેશભાઈ ભોરણિયાના જલીયાન ઓર્ગેનિક ફાર્મ જે ચાચાપર રાજપર રોડ મોરબી પાસે આવેલ છે

જયાં આ શિબિરનુ આયોજન કરવામાં આવેલ જેમાં ઓમ શાંતિ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ મોરબી ના ધોરણ 6/7/8/9/10 ના વિદ્યાથી તથા શિક્ષકોએ ભાગ લીધો પ્રકૃતિનુ રૌદ્ર સ્વરૂપ હાલ આપની સામે છે 2 વર્ષ થી નજરે ન જોઈ શકાય એવા વાયરસે સંખ્યા બંધ લોકોના જીવ લીધા તો એના જવાબદાર માનવ જાત પોતે છે આધુનિક યુગ તરફની દોડ પ્રકૃતિને અસંતુલિત કરી નાંખ્યું છે સમય રહેતાં સુધારોં કરવામાં નહીં આવે તો આવનાર ભાવિ પેઢીને ભોગવાનું રહે છે આવી શિબિરનું આંયોજનનો ફ્ક્ત એક જ હેતું છે સંસ્કૃતિ સંસ્કાર અને સ્વાસ્થ્ય તરફ ધ્યાન દોરવું પરિશ્રમ ઔષધિય વન અને પર્યાવરણ સાથે જોડાયેલ તમામ વ્યક્તિ અને સંસ્થાનો નિસ્વાર્થ ભાવનાથી એકજ લક્ષ્ય સ્વાસ્થ્ય ભારત નિર્માણનો હેતુ છે.
