મોરબી પોલીસ પરિવાર દ્વારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન.
મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેનશન અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક ભારત, શ્રેષ્ઠ ભારતના નેજા હેઠળ મોરબીના નાની વાવડી ગામે આવેલા ક્રિકેટ મેદાનમાં તા.4 અને 5 ફ્રેબ્રુઆરીએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોરબી એ ડિવિઝન, બી ડિવિઝન, એસઓજી, એલસીબી તાલુકા સહિતના જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની 12 ટિમો ટકરાશે. આજે સવારથી જ આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. જેમાં એસપી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે પોલીસની 11 ટિમો વચ્ચે ટેનિસ ક્રિકેટ જંગ ખેલાયા બાદ આવતીકાલે ફાયનલ ક્રિકેટ જંગ ખેલાશે.
