રાજકોટ ના હેમુ ગઢવી હોલ ખાતે નિધિ સ્કૂલ અને નેક્સસ ફિટનેસ ક્લબ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગ થી”ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૩” નું આયોજન.
રાજકોટ ખાતે “ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૩” નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આગામી ૫ તારીખે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ ખાતે આગામી ૫ ફેબ્રુઆરી ના રોજ હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે “ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૩” નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં ફિટનેસ ફ્રિક લોકો ભાગ લઈ સક્સે. ઉપરાંત વજન અને ઊંચાઈ ચેકીંગ ની સમય સવારે ૮ વાગ્યે રાખવામાં આવ્યો છે બાદ આ કાર્યક્રમ શરૂ થશે.

નેક્સસ ફિટનેસ જિમ, લેટસ ફીટ જિમ,નિધિ સ્કૂલ, સ્ટ્રોંગ ટચ ફિટનેસ એક્વીપમેન્ટ,આર.કે. બિલ્ડર્સ, હિન્દુસ્તાન પ્રોજેક્ટ, જનતા ફાર્મા, કોસ ફીટ જિમ ના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં સૌ પ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૫૫ કિલો ગ્રામ,૬૦ કિલો ગ્રામ,૬૫ કિલો ગ્રામ,૭૦ કિલો ગ્રામ,૭૫ કિલો ગ્રામ,૮૦ કિલો ગ્રામ,૮૫ કિલો ગ્રામ,૯૦ કિલો ગ્રામ+ ,મેન્સ ફિજીક્સ -૧૭૦ મીટર અને +૧૭૦ મીટર કેટેગરીમાં ફિટનેસ ફ્રિક લોકો ભાગ લેશે. ત્યારે સ્પર્ધા જોવા માટે નો સમય સાંજે ૫ થી ૧૦ દરમિયાન રાખ્યો હોઈ ત્યારે આ કાર્યક્રમ માં 130 ખેલાડીઓને “લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવશે.
આ કાર્યક્રમની અંદર મહારાજા રાઓલ વિજયરાજ સિંહ ગોહિલ (ભાવનગર સ્ટેટ), યાદવેન્દ્રસિંહ જાડેજા (ગોંડલ સ્ટેટ), શ્રી ઠાકોર સાહેબ, જયદીપસિંહજી ઝાલા (લીંબડી સ્ટેટ), શ્રી ભરતભાઈ બોઘરા (પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપ ગુજરાત), શ્રી વિરલ પટેલ (ડાયરેક્ટર કર્ણાવતી ક્લબ અમદાવાદ), શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા (જિલ્લા રમત ગમત અધિકારી રાજકોટ), ઉપસ્થિત રહેશે. ઉપરાંત”ગુજરાત કેસરી” ચેમ્પિયનશિપમાં વિજેતા થનાર તમામને રોકડ પુરસ્કાર, મેડલ, ટ્રોફી, સર્ટિફિકેટ તેમજ ન્યુટ્રીશન કીટ આપવામાં આવશે.
ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે કોન્ટેક્ટ કરો
અશફાક ઘુમરા – 99988 37369