એન.એસ.યુ.આઇના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાથે ગે વર્તણુક કરતાં વિરુદ્ધ આવેદનપત્ર આપતા એન.એસ.યુ.આઈ મોરબીના કાર્યકરો.
ગઈકાલે બામણબોર પોલીસ સ્ટેશન ખાતે 20 થી વધુ એન.એસ.યુ.આઈ.ના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ ઝનકાટ દ્વારા એન એસ યુ આઈ ના પ્રમુખ સાથે અગિયાર વર્તણૂક કર્યું હતું ઉપરાંત ગાળો ભાંડી હોય જે બાબતે એન.એસ.યુ આઈ મોરબી દ્વારા મોરબી જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવવામાં આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરે બે કલાકે એરપોર્ટ બામણબોર પોલીસ સ્ટેશન ખાતે અંદાજે 20 જેટલા એન એસ.યુ.આઈ.ના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે અટકા કર્યા બાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનના પી.આઈ ઝનકાટ દ્વારા એન એસ યુ આઈ ના પ્રમુખ નરેન્દ્ર સોલંકી સાથે અત્યંત ગેરવર્તનો કર્યું ઉપરાંત ગાળો ભાંડી હતી અને એન એસ યુ આઈ ના આગેવાન માનવ સોલંકીને બધાથી એક તરફ લઈ જાય જ્ઞાતિ વિરુદ્ધ બેફામ ગાળો બોલી હડધૂત કરી ગાળો ભાંડી હતી જે બાબતે પી.આઈ ઝનકાટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે એન એસ યુ આઈ મોરબી ના કાર્યકરોએ મોરબી જિલ્લા પોલીસ વડા ને આવેદન પાઠવ્યું છે. ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી એન.એસ.યુ.આઈ ના તમામ કાર્યકર્તાઓ એરપોર્ટ પોલીસ ચોકી ખાતે ભૂખ હડતાલ પર બેઠા છે. અને જો આગામી 24 કલાકમાં આ બાબતે કાર્યવાહી ન કરવામાં આવે તો કોર્ટ સમક્ષ ફરિયાદ કરવામાં આવશે તેવી પણ તત્પરતા દાખવી હતી.
આ મુદ્દે મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા, ગુજરાત પ્રદેશ nsui ના મહામંત્રી કુલદીપસિંહ જાડેજા , રાજ ટુંડિયા, ભાવનિક મુછડીયા તથા મોરબી જિલ્લા nsui ના કાર્યકર્તાઓ મોરબી જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી