Monday, May 5, 2025

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી)ના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી)ના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

મોરબી: હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી)ના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત શાળા કોલેજો તેમજ ગામના લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો.

સરકારની સૂચના મુજબ તારીખ ૩૦ જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી સુધીના પખવાડીયાને રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન તરીકે ઉજવવાનો હોય પ્રા.આ.કે. લાલપરના મેડિકલ ઓફિસર ડો. રાધિકા વડાવિયા અને એમ.પી.એસ. દિપક ભાઈ વ્યાસના માર્ગદર્શન હેઠળ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના આરોગ્ય કર્મચારી એવા દિલીપભાઈ દલસાણીયા અને મકસુદભાઈ સૈયદ દ્વારા સેન્ટરમાં આવતી વિવિધ શાળાઓ અને કોલેજના બાળકોમાં તેમજ ગામના લોકોમાં રક્તપિત વિશે યોગ્ય માહિતી મળે અને રક્તપિતના દર્દીઓ સાથે ઓરમાયુ વર્તનના થાય એ બાબતે ખાસ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. અને સમજાવેલ હતું કે રક્તપિત કોઈ અભિશાપ નથી એક બીમારી છે અને એનો ઈલાજ અને સારવાર પ્રત્યેક આરોગ્ય કેન્દ્ર પર વિનામૂલ્યે થાય છે.

Related Articles

Total Website visit

1,502,776

TRENDING NOW