મોરબી રાજકોટ હાઇવે સિક્સલેન બનાવવા સામાજિક કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરાઇ
મોરબી: મોરબી થી રાજકોટનો માર્ગ ફોર લેન બનાવવા બદલ સામાજિક કાર્યકરો દ્વારા ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આ રોડ પર વધતા – જતા વાહ્ન વ્યહારની સ્થિતિજોતા હવે આ રોડને સિક્સ લેન બનાવવો જરરી છે. જેથી મોરબી સામાજિક કાર્યકરો દ્વારા સિક્સલેન રોડ બનાવવા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી છે.
વાહનોની જે રીતે સંખ્યા વધી રહી છે તે આપણે રોકી શક્તા નથી. પરંતુ રોડ તો આપણે મોટો બનાવિજ શકીએ છિએ. મોરબી થી રાજકોટ શૈક્ષણિક, આરોગ્ય તેમજ નોકરી ધંધાના લીધે આવા જવાનું પ્રમાણ ખુબ જ રહે છે જેથી અકસ્માતોનુ પ્રમાણ પણ ખુબ જ રહે છે. સૌરાષ્ટ્ર – કચ્છને જોડતો આ એક માત્ર રોડ માર્ગ છે. જેથી કચ્છ – સૌરાષ્ટ્ર ને જોડતા આ મહત્વના માર્ગને સિક્સ લેન બનાવવો જરૂરી છે.નજીકના ભવિષ્યમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ એઇમ્સ હોસ્પિટલનું રાજકોટ ખાતે લોકાર્પણ થનાર છે તે જોતાં આ રોડ પાર વાહનોનું આવા જવાનું ભારણ બે ગણું વધશે તે પણ સિક્સલેન રોડ બનાવવા માટે મહત્વનુ કારણ છે, તેથી મોરબીના સામાજિક કાર્યકર ભાવીકભાઈ હરીશભાઈ ભટ્ટ તથા હસમુખભાઇ ગઢવી દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી રાજકોટ મોરબી હાઈવે સિક્સલેન બનાવવા રજૂઆત કરી છે.