ટંકારાના સરાયા નજીક બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
ટંકારા: ટંકારા તાલુકાના સરાયા ગામના બસસ્ટેન્ડ પાસેથી રદેશી બનાવટની બંદૂક, કારતુસ, મેગેજીન સહિત રૂપિયા 21,400ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી એલસીબી ટીમે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સરાયા ગામના બસસ્ટેન્ડ નજીક રાજકોટ દેવપરા વિસ્તારમાં નીલકંઠ પાર્કમાં રહેતો ફિરોઝભાઈ હાસમભાઈ મેણું ઉ.42 નામનો ઇસમ હથિયાર સાથે ઉભો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો અને ફિરોઝ મેણુંને દેશી બનાવટની બંદૂક કિંમત રૂપિયા 10 હજાર, રૂ.400ની કિંમતના ચાર જીવતા કારતુસ, રૂ.500ની કિંમતનું મેગજીન, રૂ.500ની કિંમતનું ડોંગલ અને એક એન્ડ્રોઇડ મોબાઈલ કિંમત રૂપિયા 10 હજાર સહિત 21,400ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.