રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા તાલુકા દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી
આજ રોજ શ્રી માણાબા પ્રાથમિક શાળા મુકામે અખીલ ભારતીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા તાલુકા આયોજિત કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી.
જેમાં માળીયા તાલુકા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ કાર્યવાહ શ્રી હિતેશભાઈ ગોપાણી સાહેબ, મોરબી જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સિનિયર ઉપાધ્યક્ષ શ્રી પ્રદીપભાઈ કુવાડીયા સાહેબ ની વિશેષ ઉપસ્થિતિ હતી.
આ અવસરે માળીયા તાલુકા ના શિક્ષકો, માણાબા સરપંચશ્રી યુવરાજસિંહ જાડેજા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે માળીયા તાલુકા અધ્યક્ષશ્રી હરદેવભાઈ કાનગડ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા શ્રી હિતેશભાઈ ગોપાણી દ્વારા સંગઠન ની કાર્યપદ્ધતિ અને સ્વામી વિવેકાનંદ તથા સુભાષચંદ્ર બોઝ ના જીવન વિશે અમૂલ્ય માહિતી આપી હતી.
આ કાર્યક્રમને અંતે માળિયા તાલુકાના મહામંત્રી શ્રી સુનિલભાઈ કૈલા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી શૈલીમાં માળીયા તાલુકાના સિનિયર ઉપાધ્યક્ષ શ્રી તથા રાજ્ય પ્રતિનિધિ શ્રી રાજેશભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.







