સાર્થક વિદ્યામંદિર મોરબી 2
ટ્રાફિક પી.એસ.આઈ. દ્વારા વાહન ચાલકોને માર્ગદર્શન અપાયું
આજ રોજ મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ 2023 અન્વયે સાર્થક વિદ્યામંદિર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઇ જતા સ્કૂલ વાહનોના ડ્રાઇવરોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. ટ્રાફિક પી.એસ.આઈ. ડી બી ઠક્કર અને કોન્ટેબલ ડી. ડી.ગોહિલ હાજર રહ્યા હતા. અને ટ્રાફિક સંબંધી ઉપયોગી માહિતી આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના વાહન વિભાગના હેડ જાની ભાઈએ સુચારુ વ્યવસ્થા કરી હતી.
શાળા દ્વારા લેવામાં આવતી મિટિંગ, આપવામાં આવતી સૂચના, દરેક ડ્રાઇવરોની વિગત ,તેમજ વાહનોની વિગત ,દરેક વાહનમાં વિદ્યાર્થીના લિસ્ટ પત્રકો ,વિવિધ નિયમોના પત્રકો વગેરે શાળા દ્વારા રાખવામાં આવતી નાના માં નાની માહિતી અને વિવિધ કાર્યવાહી જોઈને ટ્રાફિક psi ખૂબ પ્રભાવિત થયા હતા.અને કાર્યને પ્રોત્સાહન આપ્યું હતું.

