મોરબીના રંગપર ગામમાંથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના રંગપર ગામની પાછળ મહાકાળી મંદિર સામે આવેલ શેરીમાંથી ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના રંગપર ગામની પાછળ મહાકાળી મંદિર સામે આવેલ શેરીમાંથી આરોપી અનીલભાઈ કરમશીભાઈ પાટડીયા રહે. મોરબીના પીપળી શાંતીનગર અજયસિંહ સરવૈયાના મકાનમાં મોરબી વાળાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૫ કિં રૂ. ૧૮૭૫ ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.