આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉતરાયણના દિવસે ગુજરાતના 75 વિશેષ સ્થળો પર સુર્યનમસ્કારનુ આયોજન
51 સૂર્ય નમસ્કાર સાથે મકર સંક્રાતિ મનાવવાનો સુનેરો અવસર
મોરબી: રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંર્તગત રચિત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારાઆઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૪ મી જાન્યુઆરી ૨૦૨૩ ઉતરાયણના દિવસે ગુજરાત નાં ૭૫ વિશેષ સ્થળો (પ્રવાસન, ઐતિહાસિક, શૈક્ષણિક) સ્થળો પર સુર્યનમસ્કારનું આયોજન કરવામાં આવેલ છે.
જેમાં એકસાથે ૧૦૦ યોગી ભાઈ બહેનો દ્વારા ૫૧ સુર્ય નમસ્કાર કરી ઉતરાયણના દિને ઉગતા સુર્યનું પૂજન કરશે. ત્યાર બાદ ઉતરાયણની ઊજવણી કરશે.
જેનો ઉમદા હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થય, સુખાકારી તેમજ યોગ પ્રત્યે જાગૃતિ તેમજ યોગ નો પ્રચાર પ્રસાર અંગેનો છે. સમય :સવારે ૭ (રિપોર્ટિંગ ટાઈમ ૬:૪૫) સ્થાન મોરબી:- આલાપ પાર્ક સોસાયટી 80 ફૂટ મેઈન રોડ મોરબી.
ટંકારા:- રાજકોટ મોરબી હાઈવે રોડ બ્રિજ સામે, એમ. પી. દોશી વિદ્યાલય ટંકારા જેમાં ભાગ લેનાર દરેક સાધક ને E certificate ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આપવામાં આવશે.
જે માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જેમાં સંપૂર્ણ વિગત આપેલ છે. જેમાં ભાગ લેવા માટેનું ફોર્મઃ https://forms.gle/UxefG5MfznLuSrcZ8
વધુ માહિતી માટે:
મોરબી : 95862 82527
ટંકારા : 95589 26180