મોરબીના ગાળા ગામ નજીક એન્ટેનોવા ટાઈલ્સ પ્રા.લી. કારખાનાની છત પરથી પડી જતા યુવકનુ મોત
મોરબી: મોરબી તાલુકાના ગાળા ગામ નજીક એન્ટેનોવા ટાઈલ્સ પ્રા.લી. કારખાનાની છત પરથી પડી જતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ હિતેશભાઇ વેસ્તાભાઇ ગાડરીયા ઉવ.૨૫ વાળા ગામ નજીક એન્ટેનોવા ટાઈલ્સ પ્રા.લી. કારખાનાની છત પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.