મોરબી: પંચાસર રોડ પર જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા
મોરબી: મોરબીના પંચાસર રોડ ગીતા ઓઈલ મીલના પાછળના ભાગે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ગીતા ઓઈલ મીલના પાછળના ભાગે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી મહમદભાઇ જીવાભાઇ પરમાર, ગુલામહુશેન નુરમામદભાઇ પીપરવાડીયા રહે. બંને મોરબી વાવડીરોડ લોમજીવન સોસાયટી તા.જી મોરબી, હનીફભાઇ આદમભાઇ કઇડા રહે.મોરબી મહેંદ્રપરા શેરી નં ૧૯, હાસમભાઇ કાસમભાઇ ગાધ રહે. જોન્સનગર શેરી નં ૮ તા જી મોરબી વાળાને રોકડ રકમ ૩૯૨૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.