Sunday, May 4, 2025

હળવદમાં ટ્રકમાં અમુલના મશીનની આડમાં રૂ 34.87 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદમાં ટ્રકમાં અમુલના મશીનની આડમાં રૂ 34.87 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

હળવદ: હળવદ ઢવાણા પાટીયા નેશનલ હાઇવે રોડ પરથી ટ્રકમાં દુધના ફીલ્ટર મશીનની આડમાં છુપાવીને લઇ જવાતા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૮૧૯૬ કિ.રૂ.૩૪,૮૭,૦૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૪૪,૯૬,૩૬૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબીનાઓને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પ્રો પોલીસ ઇન્સ્પેકટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી., પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હોય

તે દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના પોલીસને સયુંકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, અમદાવાદ- ધ્રાંગધ્રા તરફથી એક ટાટા ટ્રક નંબર-1-19 GC-0919 વાળી હળવદ-માળીયા મિ. તરફ આવનાર છે જે ગાડીના ઠાઠામાં દુધના ફીલ્ટર મશીનની આડમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ બાતમીના આધારે હળવદ તાલુકાના ઢવાણા પાટીયા પાસે વોચ ગોઠવતા હકીકત વાળી ટ્રકમાંથી ઇસમો ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલો સાથે મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીના

(૧) કૈલાશભાઈ મદનીંગ નેહરા ઉં.વ. ૨૧ રહે. સીવકર (રામપુરા) તા.જી.બાડમેર (રાજસ્થાન)

પકડવાના બાકી આરોપી (૧) પ્રકાશભાઇ જાખડ રહે. સરલી તા.જી.બાડમેર (રાજસ્થાન)

કબ્જે કરેલ મુદામાલ કુલ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૮૧૯૬ કિ.રૂ.૩૪,૮૭,૦૨૦/- તથા ટાટા ટ્રક નંબર-RJ-19-GC-0919 કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કી.રૂ. ૫,૦૦૦/- અને રોકડા રૂપીયા-૧૩૪૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૪૪,૯૩,૩૬૦/- નો મુદામાલ પોલીસે કબ્જે કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,736

TRENDING NOW