માળીયાના સુલતાનપુર ગામે ખેતના શેઢે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર
માળીયા (મી): માળીયા તાલુકાના સુલતાનપુર ગામે ખેતના શેઢેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા આરોપી છગનભાઇ પંકજભાઈ સનુરાએ પોતાના કબ્જા ભોગવટા વાળા ખેતરના શેઢે ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૨ કિં રૂ.૪૫૦૦ નો મુદામાલ માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી છગનભાઇ પંકજભાઈ સનુરા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.