Friday, June 26, 2026

મોરબીમાં ખાખરેચી દરવાજા નજીકથી દેશી પીસ્તોલ તથા બે જીવતા કાર્ટીસસાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ખાખરેચી દરવાજા નજીકથી દેશી પીસ્તોલ તથા બે જીવતા કાર્ટીસસાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાખરેચી દરવાજા પાસેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની પીસ્તોલ-૧ તથા જીવતા કાર્ટીસ નંગ-૨ સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે.

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષક મોરબી જિલ્લાનાઓએ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી આચાર સંહિતા અમલમાં હોય જે અન્વયે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી જેમાં ગેર કાયદેસર હથિયાર રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃતિ આચરતા ઇસમોને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી. મોરબીનાઓને બાતમી મળેલ કે, એક ઇસમ જેનું નામ મકબુલ ઇસ્માઇલભાઇ પીંજારા છે. જે મોરબીમા મેમણશેરીમા રહે છે તેની પાસે એક પીસ્તોલ તથા કાર્ટીઝ છે તે ખાખરેચી દરવાજેથી બેઠાપુલ બાજુ નિકળનાર છે. તેવી બાતમી મળતા પોલીસ સબ ઇન્સ્પેકટર એસ.ઓ.જી., મોરબી તથા એસ.ઓ.જી. સ્ટાફ મોરબી ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

તેઓને સુચના કરી બાતમી અંગે વાકેફ કરી વોચમાં રહેવા જણાવતા સદરહું મકબુલ ઇસ્માઇલભાઇ મનસુરી ઉ.વ.રર રહે.મોરબી ગ્રીન ચોક કુબેરનાથ રોડ, મેમણશેરી, તા.જી.મોરબી વાળાને ગે.કા.દેશી બનાવટની પિસ્તોલ નંગ-૧, કિં.રૂ.૧૦,૦૦૦/- તથા જીવતા કાર્ટીઝ નંગ-૦૨ કિં.રૂ.૨૦૦/- મળી કુલ કિં.રૂ.૧૦,૨૦૦/-ના મુદામાલ સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Related Articles

Total Website visit

1,609,448

TRENDING NOW