Sunday, June 28, 2026

મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીકથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીકથી દેશી તમંચા સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી માળીયા નેશનલ હાઇવે રોડ ટીંબડી ગામના પાટીયા પાસેથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓએ તેમજ પોલીસ અધિક્ષક, મોરબી જિલ્લાનાઓએ આગામી દિવસોમાં આવનાર ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતી પૂર્ણ રીતે થાય તે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી નાઓને એસ.ઓ.જી.ની ચાર્ટર મુજબની કામગીરી કરવા જેમાં ગેરકાયદેસર હથિયારો પોતાના કબજામા રાખી અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે એસ.ઓ.જી. મોરબીના તમામ કર્મચારીઓ કાર્યરત હતા

તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને બાતમી હકીકત મળેલ કે સાબીર કાસમભાઇ કાસમાણી રહે,પંચાસર રોડ લાતી પ્લોટ-૧૪, ખ્વાજા પેલેસ વાળો અત્યારે મોરબી ટીંબડી ગામના પાટીયા પાસે હાઇવે પર ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો છે તે બાતમીના આધારે મળેલ બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા સાબીર ઉર્ફે ટાઇગર મેમણ કાસમભાઇ કાસમાણી જાતે મેમણ ઉ.વ.૨૩ ધંધો-ફ્રુટનો વેપાર રહે પંચાસર રોડ લાતી પ્લોટ-૧૪ ખ્વાજા પેલેસ મોરબી વાળાને દેશી બનાવટનો તમંચો નંગ-૧, કિં.રૂ.૫,૦૦૦ના મુદ્દામાલ સાથે મળી આવેલ તેના વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Related Articles

Total Website visit

1,609,667

TRENDING NOW