માળીયાના ગામડામા પ્રચાર પ્રવાસ દરમિયાન જયંતિભાઈ પટેલને લોકોએ બહુમતીથી વિજય બનાવવાનો કોલ આપ્યો

મોરબી: વિધાનસભાની ચૂંટણી આડા હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક પક્ષના ઉમેદવાર પોતાના પક્ષને જીતાડવા પોતાની વિધાનસભા બેઠક પર વિજય મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે
૬૫ મોરબી માળીયા વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન માળીયા તાલુકાના નંદનવન,જુના દેરાળા, દેરાળા, ખાતે “પરિવર્તન યાત્રા” યોજવામાં આવી હતી. આ લોકસંપર્કમાં ગ્રામજનો, કોંગ્રેસ પક્ષના કાર્યકરો જોડાયા હતા. અને જયંતીલાલ જે.પટેલને જંગી બહુમતીથી વિજય બનાવીશું તેવો ગ્રામજનો દ્વારા કોલ આપવા આવ્યો હતો.







