Thursday, March 12, 2026

મોરબીમાં રહેણાંક મકાનમાંથી બીયર ટીનના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો, એક ફરાર

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં રહેણાંક મકાનમાંથી બીયર ટીનના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો, એક ફરાર

મોરબી: મોરબીમાં વીસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામે કુલીનગર -૧ માં રહેણાંક મકાનમાંથી બીયર ટીનના જથ્થા સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં વીસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામે કુલીનગર -૧ માં રહેતા આરોપી મોસીનભાઈ જુમાભાઈ માલાણી (ઉ.વ.૨૨) એ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બીયર ટીન નંગ -૮ કિં રૂ.૮૦૦ ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસે પકડી પાડયો હતો. જયારે અન્ય એક શખ્સ સાજીદ કાદરભાઈ લાધાણી રહે. વીસીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામે કુલીનગર -૧ તા.જી. મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,455

TRENDING NOW