Tuesday, March 10, 2026

મોરબી: જીવાપર (આં) ગામમાં કોઈ વોટ માંગવા આવુવું નહીં ! ચુંટણી બહિસ્કારના બેનરો લાગ્યા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: જીવાપર (આં) ગામમાં કોઈ વોટ માંગવા આવુવું નહીં ! ચુંટણી બહિસ્કારના બેનરો લાગ્યા

મોરબી: આમરણ ચોવીસીમાં આવતુ મોરબી તાલુકાના જીવાપર ગામના અનુસુચિત જાતિના લોકોને ઘણા લાંબા સમયથી આજ સુધી કોઈપણ પ્રકારની સુવિધા મળી નથી જેથી આગામી ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનોરો ગામમાં લગાવાયા છે જેમાં લખાણ કરવામાં આવ્યું છે કે એકપણ પક્ષના ઉમેદવારોને ગામમાં મત માંગવા આવવું નહિ.

જામનગર જીલ્લાની કાલાવડ વિધાનસભા બેઠકમાં આવતા જીવાપર (આ) ગામના લોકોએ ગામના પ્રવેશદ્વાર પર બેનર લગાવવામાં આવ્યા છે જેમાં લખવામાં આવ્યું છે કે જીવાપર (આ) ગામના અનુસુચિત ભાઈઓનો ચુંટણી બહિષ્કાર કરે છે, કોઈપણ પક્ષે મત માંગવા ગામમાં પ્રવેશ કરવો નહિ જે બાબતે ગામમાં વસતા અનુસુચિત જાતિના પરિવારોએ જણાવ્યું હતું કે આઝાદી મળી ત્યારથી આજ સુધી તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઈન જેવી સુવિધાઓથી વંચિત રાખવામાં આવેલ છે તેમજ રોડ રસ્તાની હાલત પણ બદથી બદતર છે. અને ઘરથાળના પ્લોટ મળ્યા નથી, સરકારી આવાસ આપવામાં આવ્યા નથી, તેમજ સાંથણીની જમીન પણ આપવામાં આવેલ નથી, બીપીએલ કાર્ડ આપવામાં આવ્યા નથી અને વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ આપવામાં આવ્યો નથી જેવા અનેક પડતર પ્રશ્નો બાબતે અનુસુચિત જાતિના લોકોએ ચુંટણી બહિષ્કારનું એલાન કર્યું છે અને ગામમાં કોઈ પક્ષે મત માગવા આવવું નહુ તેવા બેનરો લગાવવામાં આવ્યા છે.

Related Articles

Total Website visit

1,595,259

TRENDING NOW