Saturday, June 20, 2026

વાંકાનેરના લુણસરીયા ગામે શેરીમાં છોકરાઓને રમવા બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ: સામ સામે ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરના લુણસરીયા ગામે શેરીમાં છોકરાઓને રમવા બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ: સામ સામે ફરીયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે શેરીમાં છોકરાઓને રમવા બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ થઇ હતી. જેથી બન્ને પડોશી પરિવારોના સભ્યો આમને સામને આવી જતા ધબધબાટી બોલી ગઈ હતી. જ્યારબાદ બન્ને પરિવારોએ એકબીજા ઉપર હુમલો કર્યાની સામસામી ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકે નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ નવઘણભાઈ તેજાભાઈ ટોટા (ઉ.વ.૩૫ ધંધો-રી.ડ્રા. રહે-લુણસરીયા તા.વાંકાનેર)એ આરોપીઓ રૈયાભાઈ ભીમાભાઈ ટોટા, મુનાભાઈ રૈયાભાઈ ટોટા, નારૂભાઈ રૈયાભાઈ ટોટા (રહે-ત્રણેય-લુણસરીયા તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૦૮-૧૧-૨૦૨૨ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામા ફરીયાદીનો દિકરો ધારા (ઉ.વ.૧૦) આરોપીની શેરીમા રમવા ગયેલ ત્યારે આરોપીએ ફરીયાદીના દિકરાને શેરીમા રમવા ન આવવા કહેલ તે બાબતે આ ફરીયાદીએ આરોપીઓને છોકરાને શેરીમા રમવા ન આવવા કેમ બોલાચાલી કરેલ તેમ કહેતા આરોપીઓને સારૂ નહિ લાગતા ફરીયાદીને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢ માર મારી અને ફરીયાદીને લાકડીવતી માથાના ભાગે ઇજા પહોંચાડી તથા ફરીયાદીના પત્ની સાહેદ ધકુબેનને વાંસાના ભાગે મુંઢ ઇજા પહોંચાડી તથા ફરીયાદીને નાકના ભાગે ઢીકાનો મુંઢ માર મારી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે નવઘણભાઈ એ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જયારે સામા પક્ષે રૈયાભાઇ ભીમાભાઇ ટોટા (ઉ.વ.૬૫ રહે.લુણસરીયા તા.વાંકાનેર)એ આરોપીઓ નવઘણભાઈ તેજાભાઈ ટોટા તથા ધકુબેન નવઘણભાઈ ટોટા (રહે-બંને-લુણસરીયા તા.વાંકાનેર) સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીનો દિકરો ધારા (ઉ.વ.૧૦) ફરીયાદીની શેરીમા રમવા ગયેલ ત્યારે ફરીયાદીએ છોકરાને શેરીમા રમવા ન આવવા કહેલ તે બાબતનો ખાર રાખી આ કામના આરોપીઓએ ફરીયાદીને ગાળો કાઢી લાકડી વતી ફરીયાદીને જમણા ખંભાના ભાગે મુંઢ ઇજા પહોંચાડી તથા ફરીયાદીને લોખંડના પાઈપ વતી જમણા ખંભા ના હાંસડીના ભાગે મુંઢ ઇજા પહોંચાડી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે રૈયાભાઈએ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે સામસામે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,881

TRENDING NOW