Friday, March 13, 2026

મોરબીમાં ઘર પાસે બાઈક ધીમુ ચલાવવા બાબતે ઠપકો આપતા તે નહી ગમતા યુવાન પર બે શખ્સોનો છરી વડે હુમલો 

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ઘર પાસે બાઈક ધીમુ ચલાવવા બાબતે ઠપકો આપતા તે નહી ગમતા યુવાન પર બે શખ્સોનો છરી વડે હુમલો 

મોરબી: મોરબીમાં સામા કાંઠે શિવમ હોસ્પિટલ પાછળ વિપુલનગરમા રહેતા યુવાને પોતાના ઘરે પાસે મોટરસાયકલ ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતા તે નહી ગમતા બે શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો મુંઢમાર મારી છરી વડે ઈજા પહોચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ભોગ બનનાર યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબી -૨ માં શિવમ હોસ્પિટલ પાછળ વિપુલનગરમા રહેતા જયેશભાઇ જગદીશભાઇ પરમાર (ઉ.વ. ૨૬) એ આરોપી મનસુખભાઇ હનભાઈ ચાવડા તથા કીરીટભાઇ નાનજીભાઈ ચાવડા રહે બંને. ઈન્દિરાનગર મોરબી-૨, વાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩-૧૧-૨૦૨૨ ના રોજ મોડી સાંજના સાડા આઠેક વાગ્યા વખતે ફરીયાદીએ આરોપી મનસુખને તેના ઘર પાસે મોટર સાયકલ ધીમુ ચલાવવા બાબતે ઠપકો આપતા જે મનસુખ તથા તેની સાથે આવેલ આરોપી તેનો મિત્ર કીરીટને નહી ગમતા ફરીયાદી તથા સાહેદ દિપકભાઈને ગાળો આપી બંને આરોપીએ ફરીયાદીને ઢીકાપાટુનો મારમારી તેમજ આરોપી મનસુખે ફરીયાદીને છરી વડે ડાબા હાથે બાવળાના ભાગે તેમજ પેટના ભાગે ઈજા પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે જયેશભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,589

TRENDING NOW