હળવદના રાણેકપર નજીક વિદેશી દારૂની દશ બોટલો સાથે એક ઝડપાયો, એકની શોધખોળ
મોરબી: હળવદ રાણેકપર રોડ સુકુન બંગ્લોઝ સામે રોડની સાઈડમાંથી ઈંગ્લીશ દારૂની દશ બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ રાણેકપર રોડ સુકુન બંગ્લોઝ સામે રોડની સાઈડમાં આરોપી સાગરભાઈ નવઘણભાઈ ઉડેચા રહે. રાણેકપર તા. હળવદ વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ- ૧૦ કિં રૂ.૧૦૦૦ ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયો છે. જયારે અન્ય એક ઈસમ રાજેશભાઈ નવઘણભાઈ ઉડેચા રહે. રાણેકપર તા. હળવદ વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





