Monday, March 9, 2026

મોરબી-વાંકાનેર દરવાજા નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો, એક ફરાર

Advertisement
Advertisement
Advertisement

મોરબી-વાંકાનેર દરવાજા નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો, એક ફરાર

મોરબી: મોરબી વાંકાનેર દરવાજા પાસે લખધીરવાસ ચોક નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડયો છે. જયારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર દરવાજા પાસે લખધીરવાસ ચોક નજીકથી આરોપી ફારૂકભાઈ તૈયબભાઈ ચાનીયા (ઉ.વ.૩૮) રહે. કબીર ટેકરી શેરી નં-૨ મોરબી વાળા પાસેથી ગેરકાયદેસર રીતે પોતાના પાસે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં.રૂ.૧૦૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ બ્રીજરાજસિંહ ઉર્ફે સુરજ ક્રુષ્ણસિંહ ઝાલા રહે. દાઉદી પ્લોટ શેરી નં-૨ મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે. તેમજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરી છે.

Related Articles

Total Website visit

1,595,154

TRENDING NOW