મોરબીના જસમતગઢ ગામે વેન્ટોસા સીરામીકના લેબર ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
મોરબી: મોરબી તાલુકાના જસમતગઢ ગામે વેન્ટોસા સીરામીકના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જસમતગઢ ગામે વેન્ટોસા સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા લીબાભાઈ ગોરધનભાઇ ગીણવા (ઉ.વ.૪૦ ) નામના યુવાને ગત તા.૦૩-૧૧-૨૦૨૨ ના રોજ વહેલી સવારે વેન્ટોસા સીરામીકના લેબર ક્વાર્ટરમાં કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.





