માળીયા અને નવાગામથી વર્લી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા
મોરબી: માળિયા અને નવાગામમાં વર્લી ફીચરનો જુગાર રમતા બે ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળીયા ગામે તળાવની પાળ પાસેથી જાહેરમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમડાતા આરોપી અલાદીનભાઈ જાકમભાઈ ભટ્ટીને રોકડ રકમ રૂપિયા ૪૫૦ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
જયારે બીજા બનાવમાં માળીયા તાલુકાના નવાગામ ખાતેથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી રફીકભાઈ હાજીભાઈ જામને રોકડા રૂપિયા ૨૫૦ના મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે





