માળીયાના ચિખલી ગામે બે દિવસ પહેલા કેમ ગોતતો હતો તેમ કહી યુવાન પર છરી વડે હુમલો
મોરબી: માળિયા (મી) તાલુકાના ચિખલી ગામે બે દિવસ પહેલા કેમ ગોતતો હતો તેમ કહી ગાળો આપી ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ એક શખ્સે યુવાન પર છરી વડે હુમલો કર્યો હોવાની ભોગ બનનારે માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના સુલતાનપુર ગામે રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધરમ લાભુભાઈ સુનરા (ઉ.વ.૨૫) એ આરોપી આરીફ ઉર્ફે આરો રહે ચીખલી તા. માળિયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૯-૧૦-૨૦૨૨ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ફરીયાદી ચીખલી ગામે મચ્છી લેવા ગયેલ તે વખતે આરોપી આવી બે દીવસ પેલા કેમ ગોતતો હતો તેમ કહી ભુંડા બોલી ગાળો આપતા ગાળો આપવાની ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ને છરીનો એક ઘા ફરીયાદીના બરડામા જમણી બાજુ મારી દેતા ત્રણ ટાંકા આવતા ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર ધર્મેન્દ્રભાઈ એ આરોપી વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.