મોરબીમાં મફતીયાપરા વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા
મોરબી: મોરબીમાં લાભનગર પાછળ મફતીયપરા વિસ્તારમાં મોમાઈમાંના મઢ નજીક તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં લાભનગર પાછળ મફતીયપરા વિસ્તારમાં મોમાઈમાના મઢ નજીક તીનપત્તીનો જુગાર રમતા આરોપી ભગવાનજીભાઈ જેરામભાઈ સાલાણી, રાજેશભાઈ મગનભાઈ સાલાણી, રવજીભાઈ જેરામભાઈ સાલાણી, રહે. બધા લાભનગર પાછળ મફતીયપરા વિસ્તારમાં મોરબી,-૨ વાળાને રોકડ રકમ રૂ. ૧૧,૧૪૦ ના મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





