મોરબી: આદરણીય કેળવણીકાર અને સમાજનિષ્ઠ વ્યક્તિ સ્વ. ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે સાદર ભાવાંજલિ અર્પીએ
મોરબી: સ્વ. ઓ.આર.પટેલનુ આ નામ જ પૂરતું છે,જે તેઓના જીવન અને કવનનો પડઘો પાડે છે. દેશ-વિદેશમાં ઘડિયાળ ક્રાંતિથી પ્રખ્યાત સ્વ. ઓ.આર.પટેલે કેન્દ્ર સરકારનાં અભિયાનને સાથ આપવા માટે જળક્રાંતિ કરી, લક્ષ્મીસ્વરૂપા દીકરીઓને ભણતર અને ગણતરરૂપી ભાથું બંધાવીને જીવન ક્રાંતિ કરી આપી છે.

મોરબીની વી.સી.હાઈસ્કૂલના ગણિત-વિજ્ઞાન શિક્ષક ઓ.આર.પટેલે અનેક શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી. સંપૂર્ણપણે મહિલાઓથી જ ચાલતાં ઉદ્યોગનો શુભારંભ કર્યો. શિસ્ત,સંયમ,શ્રદ્ધાના પથ પર કદમ મૂકીને તેઓએ અન્યોને જીવનલક્ષી વ્યવહારું માર્ગદર્શન પૂરું પાડ્યું. તેમનો અવાજનો રણકોજ તેમની કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા અને સખત મહેનતુ સ્વભાવનું પ્રતિબિંબ પાડતો હતો.

આજના દિવસે આદરણીય કેળવણીકાર અને સમાજનિષ્ઠ વ્યક્તિત્વ સ્વ. ઓ.આર.પટેલની પુણ્યતિથિ નિમિત્તે સાદર ભાવાંજલિ અર્પીએ – તેમણે સ્થાપેલા કાર્યનિષ્ઠાનાં પથ પર ચાલીને.