Monday, May 5, 2025

ટંકારાના ખીજડીયા ચોકડી પરથી બિયરની હેરાફેરી કરતી ઈકો કાર ઝડપાઈ

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના ખીજડીયા ચોકડી પરથી બિયરની હેરાફેરી કરતી ઈકો કાર ઝડપાઈ

મોરબી: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ખીજડીયા ચોકડી પરથી બિયરની હેરાફેરી કરતી ઈકો કારને ટંકારા પોલીસે ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ખીજડીયા ચોકડી પરથી આરોપી અરવિંદભાઈ દાદુભાઈ બાટી રહે. મોરબી વજેપર શેરી નં -૫ તા.જી. મોરબી મુળ રહે ગઢવાળા તા.સાયલા જી. સુરેન્દ્રનગર વાળાએ પોતાના હવાલાવાળી સફેદ કલરની ઈકો કાર રજીસ્ટર નંબર- GJ-36-AC-2227 વાળીમા બિયર ટીન નંગ -૨૪ કિં.રૂ. ૨૪૦૦ ની ગેરકાયદેસર રીતે પાસ પરમેટ વગર વેચાણ કરવાના ઈરાદાથી ઈકો કારમાં હેર-ફેર કરતા મળી આવતા ઈકો કાર રજીસ્ટર નંબર- GJ-36-AC-2227ની કિં.રૂ. ૧,૫૦,૦૦૦ ગણી કુલ કિં.રૂ.૧,૫૨,૪૦૦ ના મુદામાલ ટંકારા પોલીસે જપ્ત કરેલ છે. બંને ઈસમોની મેડીકલ તપાસણી કર્યા બાદ ધરપકડ કરવામાં આવશે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,764

TRENDING NOW