મોરબીની ચિત્રકુટ સોસાયટીમાં મહીલાના ગળામાથી સોનાના ચેનની ચીલઝડપ કરી બેલડી ફરાર
મોરબી: મોરબીની ચિત્રકુટ સોસાયટી જીઆઇડીસીના નાકા નજીકથી મહીલાના ગળામાથી સોનાના ચેનની ચીલઝડપ કરી બેલડી ફરાર થઈ ગયા હોવાની ભોગ બનનારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હાલ મોરબીમાં ચિત્રકુટ શેરી નં- ૪ જીઆઇડીસી પાસે મકાન નં-૧૧૧મા રહેતા અને મુળ રહે જસમતગઢ તા.જી.મોરબી વાળા જોશનાબેન અંબારામભાઈ રંગપરીયાએ બે અજાણ્યા મોટરસાયકલમા સવાર શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૭-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે ફરીયાદી તથા સાહેદ દુધીબેન પિતામ્બરભાઈ ભુત તથા સાહેદ દયાબેન કિશોરભાઈ કાસુંદ્રા પોતાના ઘર પાસે ઉભા હોય તે દરમ્યાન બન્ને અજાણ્યા આરોપીઓ મોટરસાયકલ ઉપર ડબલ સવારીમા આવી ફરીયાદીને ગળામા રહેલ આશરે ૨૦.૦૦૦ ગ્રામ વજનના સોનાનો ચેન જેની કિ. રૂ. ૬૦,૦૦૦/-તથા તે ચેનમા રહેલ સોનાનુ શ્રીનાથજીનુ પેન્ડલ આશરે ૦૫.૦૦૦ ગ્રામ જેની કિ.રૂ. ૧૫,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૭૫,૦૦૦/-વાળાને ઝુંટવીને ચીલઝડપ કરી નાશી ગયા હોવાની ભોગ બનનારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે.