વાંકાનેરના મેસરીયા ગામે રસ્તામાંથી લાકડા લઈ લેવાનુ કહેતા યુવાનને ધોકા વડે માર માર્યો
મોરબી: વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં વળથાળા તળાવના રસ્તે રસ્તામાંથી લાકડા લઈ લેવાનુ કહેતા યુવાનને એક શખ્સે ધોકા વડે માર માર્યો હોવાની ભોગ બનનારે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાળીયેરી ગામે રહેતા મુકેશભાઈ કેસાભાઈ મેર (ઉ.વ.૨૪) એ આરોપી કનાભાઈ મોહનભાઈ મકવાણા રહે. મેસરીયા, વળથાળા, તા. વાંકાનેર વાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫-૧૦-૨૦૨૨ ના સાંજના આશરે આઠેક વાગ્યાના સુમારે આરોપી રસ્તા ઉપર લાકડાનો ઢગલો કરીને ઉભેલ હોય અને ફરીયાદી તથા સાહેદ સંજય ઉર્ફે દલો મોટરસાયકલ લઇ નીકળતા આરોપીને રસ્તામાંથી લાકડા લઇ લેવાનું કહેતા આરોપીએ ગાળો બોલી લાકડાના ઢગલામાંથી એક ધોકો લઇ તેના વડે ફરીયાદીને જમણા પગના ઢીંચણ નીચે નળાના ભાગે એક ઘા મારી દઇ ફ્રેક્ચરની ઇજા કરી હતી. આ બનાવ અંગે મુકેશભાઈ એ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.