Monday, June 15, 2026

ડૉ.ગુલાબચંદ પટેલ સાહિત્યકાર ને સામાજિક ન્યાય અધિકારીતા ગુજરાત સરકાર દ્વારા “સંત શ્રી કબીર સાહિત્ય અવૉર્ડ” માટે પસંદગી :

Advertisement
Advertisement
Advertisement

ડૉ ગુલાબચંદ પટેલ સાહિત્યકાર ને સામાજિક ન્યાય અધિકારીતા ગુજરાત સરકાર દ્વારા “સંત શ્રી કબીર સાહિત્ય અવૉર્ડ” માટે પસંદગી :

સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭ – ૧૮ થી વર્ષ ૨૦૨૨ – ૨૩ ના વર્ષ માટે સુ પ્રસિધ્ધ સાહિત્યકાર શ્રી ડૉ ગુલાબચંદ નરસિંહભાઈ પટેલ ને “સંત શ્રી કબીર સાહિત્ય અવૉર્ડ” માટે પસંદગી કરવામાં આવી છે.તેઓને સન્માન પત્ર અને એક લાખ રૂપિયા ની ધન રાશિ પ્રદાન કરવામાં આવશે.
ડૉ પટેલ મોટેરા અમદાવાદ ના વતની છે. સાહિત્ય ની સાથે સાથે તેઓ સામાજિક કાર્યકર પણ છે. ગાંધીનગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટ્રે બલ ટ્રસ્ટ ના પ્રમુખ તરીકે મહાત્મા ગાંધી સાહિત્ય મંચ છેલ્લા બે વર્ષથી ચલાવી સાહિત્ય નો પ્રચાર પ્રસાર કરે છે. તેઓ ને સાહિત્ય ક્ષેત્રે ગુજરાતી અને હિન્દી સાહિત્ય માં ૪૦૦ થી વધુ સન્માન એવંમ પુરસ્કાર પ્રાપ્ત થયા છે. ગુજરાતી ભાષા માં તેઓના કુલ મળીને સાત અને હિન્દી ભાષા માં કુલ સાત એમ ચૌદ જેટલા પુસ્તકો પ્રકાશિત થયેલા છે.
સામાજિક કાર્યકર તરીકે ઇંડિયન લાયન્સ ગાંધી નગર સ્વર્ણિમ કલબ માં ઉપ પ્રમુખ તરીકે સેવાઓ આપે છે. તેઓ પંદર જેટલી સાહિત્યિક અને સામાજિક સંસ્થાઓ માં અધ્યક્ષ તરીકે જોડાઈ સેવાઓ પૂરાં ભારત દેશ મા આપી રહ્યા છે. તેઓને વિશ્વ યુગ પુરુષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ થી લઈ ને પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજ બી એ પી એસ, શ્રી પૂજય રમેશ ભાઇ ઓઝા પોરબંદર ઇન્ટરનેશનલ કથાકાર, શ્રી મોરારી બાપુ કથાકાર અને ઓમ શાંતિ ના કૈલાશ દીદી ના તથા શ્રી વિજય રૂપાની સાહેબ પૂર્વ મુખ્ય મંત્રી શ્રી, અને લોક પ્રિય મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલ ગુજરાત ના પણ સન્માન પ્રાપ્ત થયા છે.
શ્રી પટેલ ને ખંભોળજ સાહિત્ય સંસ્થા આણંદ ના અધ્યક્ષ શ્રી શૈલેષ વાણિયા દ્વારા અને ગાંધી નગર સાહિત્ય સભા ના પ્રમુખ શ્રી સંજય થોરાત તથા ઇંડિયન લાયન્સ ગાંધી નગર ના તથા અનેક સાહિત્ય કારો ના અભિનંદન પ્રાપ્ત થયા છે.

ડૉ ગુલાબચંદ પટેલ
સાહિત્યકાર હિન્દી ગુજરાતી
સામાજિક કાર્યકર
અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર Mo 8849794377

Related Articles

Total Website visit

1,608,461

TRENDING NOW