Sunday, May 11, 2025

પાટીદાર નવરાત્રીમાં આવેલ નફાની 52.30 લાખની આવક શહીદોને અર્પણ

Advertisement
Advertisement
Advertisement

પાટીદાર નવરાત્રીમાં આવેલ નફાની 52.30 લાખની આવક શહીદોને અર્પણ

7.55 લાખ મનોદિવ્યાંગ બાળકો માટે સ્કુલ બસ, 15 લાખના ખર્ચે સરદાર પટેલનું સ્ટેચ્યુ માટે ખર્ચાસે

મોરબી : મોરબીમાં અજય લોરીયા અને સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત શહીદ પરિવારના લાભાર્થે યોજાયેલ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં માં આઠમના દિવસે હિસાબ કરવામાં આવ્યો હતો અને તેમાંથી વધેલ કુલ 52.30 લાખનો નફો થયો છે. આ અંગે સેવાભાવી યુવાન અજય લોરીયા એ જણાવ્યું હતું કે આ નફાની રકમ જુદા જુદા સેવા કાર્યોમાં વાપરવાનું અગાઉથી જ નકી કરાયું હતું તેમ 52.30 લાખ માંથી 30 શહીદ પરિવારોને 1-1 લાખ મળી 30 લાખ, જયારે મનો દિવ્યાંગ માટે ચાલતી શાળાને 7.55 લાખની બસ અર્પણ કરાય આ ઉપરાંત મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુને નવેસરથી બનાવવા માટે 15 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે . આમ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં નવરાત્રીમાં જ હિસાબ કરી વધેલ તમામ નફો સેવા કાર્યો માટે ફાળવી દેવાયા હતા

Related Articles

Total Website visit

1,502,943

TRENDING NOW