મોરબી-રાજકોટ હાઈવે પર અવારનવાર નાના- મોટા અકસ્માત થતા હોય છે ત્યારે ફરી એકવાર મોરબી રાજકોટ હાઈવે પર મીતાણા પાસે કાર અક્સમાત સર્જાયો હતી જેમાં 2 યુવાનના મોત થયા હતા જયારે 2 યુવાનને ઈજા પહોચી હતી
બનાવની મળતી માહિતી મુજબ રાજકોટ થી મોરબી તરફ બુઘવારે વહેલી સવારે આવી રહેલી જીજે 3ઈ આર 4200 નંબરની સ્વીફ્ટ કાર મીતાણા પાસે અચાનક બેકાબુ બની હતી અને ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ઘટનામાં કારમાં સવાર 4 યુવાનોને ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્ત યુવાનો પૈકી રોહિત કોળી અને જય ચાવડાનું કમકમાટી ભર્યું મોત થયું હતું જયારે રૂપેશ ધોળકિયા અને ગોપાલ અગેચણીયાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મોરબી રાજકોટ હાઈવેનું ફોરલેન કામ લાંબા સમયથી ચાલે છે જેના કારણે ભૂતકાળમાં જીવલેણ અક્સમાત સર્જાઈ ચુક્યા છે.