Sunday, May 4, 2025

મોરબીના લાલપર ગામે સીરામીક ફેક્ટરીમાં લોડર નીચે આવી જતા માસુમ બાળકનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના લાલપર ગામે સીરામીક ફેક્ટરીમાં લોડર નીચે આવી જતા માસુમ બાળકનું મોત

મોરબી: મોરબીના લાલપર ગામે પાયોનીયર સીરામીકના કારખાનામાં માટી ખાતા વિભાગના સ્પેડાયર વિભાગમાં દોઢ વર્ષના બાળક ઉપર લોડરનુ વ્હીલ ફેરવી મોત નિપજાવી લોડર ચાલક સ્થળ પરથી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના બાળકના પિતાએ આરોપી લોડર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મુળ બિહારના રહેવાસી અને હાલ મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ પાયોનીયર સીરામીકના કારખાનામાં મજૂરની ઓરડીમાં રહેતા મીથલેશ ચન્દ્રીકાભાઈ ચૌહાણ (ઉ.વ.૨૪) એ આરોપી લોડર રજીસ્ટર નંબર GJ-36-S-2368 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧-૧૦-૨૦૨૨ ના રોજ સવારના આશરે સાડા સાતેક વાગ્યા પહેલાંના કોઈપણ સમયે
ફરીયાદી તથા ફરીયાદીની પત્ની બન્ને લાલપર ગામની સીમમાં આવેલ પાયોનીયર સીરામીકના કારખાનાના માટી ખાતા વિભાગમા આવેલ સ્પેડાયર વિભાગમા મજુરી કામ કરતા હતા.

ત્યારે ફરીયાદીનો દિકરો છોટુ ઉ.વ-૧.૫ (દોઢ વર્ષ) નો ત્યા સ્પેડાયર વિભાગમા રમતો હતો ત્યારે લોડર રજીસ્ટર નંબર- GJ- 36- S- 2368 નો ચાલક આરોપી તેનુ લોડર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે પાછળ જોયા વગર રીવર્સ ચલાવી આવી ત્યા રમતા ફરીયાદના દિકરા છોટુના માથાના ભાગે લોડરનુ મોટુ વ્હીલ ચડાવી દઇ એકસીડન્ટ કરી માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નીપજાવી પોતાના હવાલા વાળુ લોડર સ્થળ ઉપર મુકી નાશી ગયો હતો. આ બનાવ મૃતક બાળકના પિતાએ આરોપી લોડર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો આઇ.પી.સી.કલમ-૨૭૯,૩૦૪ (અ) તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,734

TRENDING NOW