પાટીદાર નવરાત્રી મહોત્સવમાં શહીદ જવાનોનાં પરીવારને એક -એક લાખ રૂપિયા સહાય ચુકવાય

મોરબી: પાટીદાર નવરાત્રી મહોત્સવમાં શહીદ જવાનોનાં ચાર પરીવારને એક -એક લાખ રૂપિયા સહાય ચુકવવામાં આવી.

રાજ્યભરમાં હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અનેક જગ્યાએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના સેવાભાવી એવા અજયભાઈ લોરિયા દ્વારા પાટીદાર નવરાત્રી માં ચોથા પાંચમા નોરતે (1) શહીદ જવાન વૈશાખ એચ – કેરલા (2)શહીદ જવાન સંજય પોપટભાઈ પટેલ – મહેસાણા (ગુજરાત) (3) શહીદ જવાન અશોક કુમાર – ઉત્તરપ્રદેશ (4)શહીદ જવાન તરૂણ ભારદ્વાજ – ગુડગાંવ (હરિયાણા) પરિવારોને 1-1 લાખ રૂપિયાના ચેક આપી આર્થિક સહાય કરી માં ભારતીનું ઋણ ચૂકવી ધન્યતા અનુભવી હતી.
